ભરૂચ : ખ્રિસ્તી બંધુઓએ નાતાલ નિમિત્તે ચર્ચમાં કરી પ્રાર્થના, જુઓ કેવો હતો માહોલ

Update: 2020-12-25 10:27 GMT

ભરૂચ શહેર તથા જિલ્લામાં નાતાલ પર્વની સાદગીપુર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ખ્રિસ્તીબંધુઓએ દેવળમાં જઇ સોશિયલ ડીસટન્સ સાથે પ્રાર્થના કરાઇ હતી.

ચાલુ વર્ષે તમામ સમાજના પરંપરાગત તહેવારોની ઉજવણી કોરોના વાયરસના કારણે સિમિત બની ચુકી છે. સોશિયલ ડીસટન્સીંગ સાથે નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. લોકડાઉન બાદથી બંધ થયેલાં દેવળોને નાતાલના પાવન અવસરે ખોલવામાં આવ્યાં હતાં. શુક્રવારે નાતાલના દિવસે ખ્રિસ્તીબંધુઓ દેવળોમાં પહોંચ્યાં હતાં અને પરંપરાગત રીતે પ્રાર્થના કરી હતી. દેવળમાં હાજર ધર્મગુરૂએ તમામને નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી હતી.

નાતાલ પર્વના અવસરે ખ્રિસ્તીબંધુઓએ તેમના મકાનોને રોશનીથી શણગાર્યા હતાં. તેમજ ઘરોમાં ક્રિસમસ ટ્રી સજાવ્યાં હતાં. ખ્રિસ્તી પરિવારોએ એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

Tags:    

Similar News