અંકલેશ્વર : જી.આઈ.ડી.સી.ના માર્ગોના સમારકામની કોંગ્રેસની માંગ,નોટિફાઇડ એરિયા ઓથોરીટીને પાઠવાયું આવેદનપત્ર

અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતના બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ કરવાની માંગ સાથે કોંગ્રેસ

Update: 2021-10-20 12:51 GMT

અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતના બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ કરવાની માંગ સાથે કોંગ્રેસદ્વારા નોટિફાઈફ એરિયા ઓથોરીટીને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું

ચોમાસાની સિઝનમાં મોટાભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને આ અભિયાન અંતર્ગત 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો જો કે આ અભિયાન એશિયાની સૌથી મોટી અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતમાં હાથ ન ધરાયું હોવાનું લાગી રહયું છે. અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોના માર્ગ અત્યંત બિસ્માર બન્યા છે જેના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ બાબતે આજરોજ કોંગ્રેસ દ્વારા નોટીફાઇડ એરિયા ઓથોરીટીને આવેદનપત્ર પાઠવમાં આવ્યું હતું અને માર્ગના તાકીદે સમારકામની માંગ કરવામાં આવી હતી. જો દશ દિવસમાં માર્ગનું સમારકામ ન કરવામાં આવશે તો કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

Tags:    

Similar News