અંકલેશ્વર : મતદાન જાગૃતિ અર્થે તંત્ર દ્વારા શેરી નાટક યોજાયું, મતદારોને જાગૃત કરાયા...

અંકલેશ્વર ખાતે પ્રાંત અધિકારી કચેરી, મામલતદાર કચેરી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શેરી નાટક થકી મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો.

Update: 2022-09-15 11:19 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે પ્રાંત અધિકારી કચેરી, મામલતદાર કચેરી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શેરી નાટક થકી મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો.

ચૂંટણી આવાની હોય ત્યારે એની તારીખ-સમય નક્કી થઈ જાય છે, અને એ દિવસે આપ તમારા અનુકૂળ સમયમાં તમને ગમતાં વ્યક્તિ કે, પક્ષને જીતાડવા મત આપી શકો એવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવે છે, ત્યારે ગુજરાતમાં આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત અંકલેશ્વર પ્રાંત અધિકારી, મામલતદાર કચેરી અને નગરપાલિકા દ્વારા શેરી નાટકના કાર્યક્રમ યોજી જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અંકલેશ્વરના શહેરના એસટી ડેપો સહિતના જાહેર સ્થળોએ અધિકારીઓની હાજરીમાં નાટક રજૂ કરી મતદારો ઈવીએમ અને વીવીપેડ મશીન અંગે જાગૃત થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Tags:    

Similar News