અંકલેશ્વર : માર્ગ પર ઉડતી ધૂળ સ્થાનિકો માટે બની માથાના દુ:ખાવા સમાન, પાલિકાનું ધૂળ સાફ કરતું મશીન જ ધૂળ ખાતું હોવાનો આક્ષેપ

હવે કોરોના વાયરસના કારણે નહીં પણ રસ્તા પર ઊડતી ધૂળથી બચવા લોકો માસ્ક પહેરી રહ્યા છે...

Update: 2022-08-01 13:23 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર વિવિધ વિસ્તારોના માર્ગ ઉડતી ધૂળના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તો બીજી તરફ નગરજનોને ગળામાં ઇન્ફેક્શન થયું હોવાના કેસ વધતાં ધૂળનો તાકીદે નિકાલ થાય તેવી માંગ ઉઠી છે.

ભારે વરસાદ બાદ ઉઘાડ નીકળતા અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગો ધૂળિયા બની ગયા છે. જેથી ઉડતી ધૂળના કારણે રાહદારીઓ અનેક દુકાનદારોને મુશ્કેલી પડી રહી છે. સતત વાહનોની અવર-જવર દરમિયાન ધૂળના ગોટેગોટા ઉડતા અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય રહ્યાં છે.

તો બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ખરીદાયેલ ધૂળ સાફ કરવાનું મશીન જ ધૂળ ખાતું હોય તેમ લાગી રહ્યું છે. જોકે, હવે કોરોના વાયરસના કારણે નહીં પણ રસ્તા પર ઊડતી ધૂળથી બચવા લોકો માસ્ક પહેરી રહ્યા છે, ત્યારે હવે પાલિકા તંત્ર દ્વારા અંકલેશ્વરમાં ઉડતી ધૂળનો તાકીદે નિકાલ કરવામાં આવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે.

Tags:    

Similar News