ભરૂચ : નવા તવરા ગામના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરાય, ગ્રામજનો રહ્યા ઉપસ્થિત.!

નવા તવરા ગામમાં આવેલ મંદિરે દેવી-દેવતાઓની પ્રતિમાઓની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે પૂજન અર્ચન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કરવામાં આવ્યું હતું.

Update: 2022-11-28 10:54 GMT

ભરૂચ તાલુકાના નવા તવરા ગામમાં આવેલ મંદિરે દેવી-દેવતાઓની પ્રતિમાઓની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે પૂજન અર્ચન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કરવામાં આવ્યું હતું.

ભરૂચ તાલુકાના નવા તવરા ગામમાં સમસ્ત નવા તવરાના ગ્રામજનો દ્વારા સતત 3 દિવસ ગામમાં આવેલ મંદિરે ભાથીજી મહારાજ, રામાપીર મહારાજ અને વેરાઈ માતાજીની પ્રતિમાઓની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે ગામના આવેલ ઈસકોન સોસાયટીમાંથી ભગવાનની પ્રતિમાઓની શોભાયાત્રા નીકળી હતી, જ્યારે બીજા દિવસે સતત 5 કલાક સુધી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાના અંતિમ દિવસે મંદિરે દેવી-દેવતાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ઉપરાંત મહાઆરતી તેમજ ભવ્ય લોક ડાયરાના આયોજન સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવા તથા જુના તવરા ગામના ગ્રામજનો તથા મોટી સંખ્યામાં આસપાસની સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News