ભરૂચ : ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકના હસ્તે બંબાખાના-બાયપાસ રોડને જોડતા માર્ગનું ભૂમિપૂજન

ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલ માટલીવાલા સ્કૂલ નજીક બંબાખાના-વેજલપુરથી દહેજ બાયપાસ રોડને જોડતા માર્ગના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

Update: 2022-02-04 08:29 GMT

ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલ માટલીવાલા સ્કૂલ નજીક બંબાખાના-વેજલપુરથી દહેજ બાયપાસ રોડને જોડતા માર્ગના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધારાસભ્યોને મળતી વાર્ષિક ગ્રાન્ટમાંથી ભરૂચ રેલ્વે સ્ટેશનથી ABC ચોકડી, શક્તિનાથથી શ્રવણ ચોકડી અને બંબાખાના વેજલપુરથી દહેજ બાયપાસ રોડ સુધીના ૩ રોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. જેના ભાગરૂપે રેલ્વે સ્ટેશનથી ABC ચોકડી અને શક્તિનાથથી શ્રવણ ચોકડી સુધીના રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, ત્યારે આજે બાકી રહેલ બંબાખાના વેજલપુરથી દહેજ બાયપાસ રોડ સુધીના માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બાયપાસ રોડ પર આવેલ માટલીવાલા સ્કૂલ નજીક ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News