ભરૂચ : રાહુલ ગાંધીના જન્મ દિવસની કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી, સેવાયજ્ઞ ખાતે આશ્રીતોને ફૂડ પેકેટ વિતરણ કર્યા...

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો આજે 53મો જન્મદિવસ છે, ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

Update: 2023-06-19 10:33 GMT

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો આજે 53મો જન્મદિવસ છે, ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિવિલ હોસ્પિટલ સ્થિત સેવાયજ્ઞ સમિતિ ખાતે સારવાર તેમજ આશરો લઇ રહેલા વયોવૃદ્ધોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું.

સોનિયા ગાંધી અને રાજીવ ગાંધીના નેહરુ-ગાંધી પરિવારમાં રાહુલ ગાંધીનો જન્મ થયો હતો. વર્ષ 2004માં રાહુલ ગાંધીએ રાજકારણમાં પ્રવેશ કર્યો, તે પહેલાં જાહેર ક્ષેત્રમાં દૂર રહ્યા હતા. તેમણે સફળતાપૂર્વક અમેઠી બેઠકથી વર્ષ 2004ની સામાન્ય ચૂંટણીઓ લડી હતી, જે અગાઉ તેમના પિતા દ્વારા યોજાયેલી બેઠક હતી. તેઓ 20૦૯ અને 2014માં આ મત વિસ્તારમાંથી ફરી જીત્યા હતા. કોંગ્રેસમાં યુવાનોને રાજકારણનો હિસ્સો બનાવી દેશના વિકાસ કાર્યોમાં યુવાનોને આગળ લાવવાના પ્રયાસ કરી યુવા નેતા તરીકેની પોતાની છબી દેશ દુનિયામાં ઉભી કરનાર રાહુલ ગાંધીનો આજરોજ 53મો જન્મ દિવસ છે, ત્યારે દેશભરમાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના 53મા જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલ સ્થિત સેવાયજ્ઞ સમિતિ ખાતે સારવાર તેમજ આશરો લઇ રહેલા તમામ વયોવૃદ્ધોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, કોંગ્રેસ શહેર પ્રમુખ હરેશ પરમાર, નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News