ભરૂચ: સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમ્યાન મતદાન જાગૃતિ માટે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ ખેંચાવી સેલ્ફી,વાંચો શું છે નવતર અભીગમ

મતદાતાઓને ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની સમાજ આપવામાં આવી હતી

Update: 2022-08-15 06:24 GMT

ભારત દેશ આજે 76મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી રહ્યો છે અને ઠેર ઠેર આન બાન અને શાન સાથે તિરંગો લહેરાવવામાં આવી રહયો છે ત્યારે ભરૂચમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અનેક વિધ રંગ જોવા મળ્યા હતા. રાષ્ટ્રીય પર્વ પર દેશના મતદાતાઓમાં જાગૃતિ આવે એ હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા તેમજ સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો.

ભરૂચમાં યોજાયેલ જિલ્લા કક્ષા તેમજ તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં મતદાન જાગૃતિ માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા જેમાં મતદાતાઓને ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની સમાજ આપવામાં આવી હતી તો સાથે જ આવનારા 4 રવિવાર દરમ્યાન યોજાનાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગેની પણ માહિતી આપવામાં આવી હતી.


જંબુસર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમમાં મતદાન જાગૃતિ બાબતે બનાવાયેલ સેલ્ફી પોઈન્ટ પર કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ સહિતના આગેવાનોએ પણ સેલ્ફી ખેંચાવી હતી અને મતદાન બાબતે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો

Tags:    

Similar News