ભરૂચ : સર્વોદય સોસાયટીમાં રોડ અને ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોની પાલિકા કચેરીએ રજૂઆત...

નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવેલ સર્વોદય સોસાયટીમાં રોડ-રસ્તા અને ગટર લાઇનની માંગણી સાથે સ્થાનિકો દ્વારા પાલિકા કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી.

Update: 2023-08-10 12:02 GMT

ભરૂચ શહેર નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવેલ સર્વોદય સોસાયટીમાં રોડ-રસ્તા અને ગટર લાઇનની માંગણી સાથે સ્થાનિકો દ્વારા પાલિકા કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવેલ સર્વોદય સોસાયટીના રહીશો દ્વારા ઘણા વખતથી રોડ-રસ્તા સહિત ગટરના ખુલ્લા ઢાકણા અંગે પાલિકામાં અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા વરસાદ દરમિયાન પડતી મુશ્કેલી બાબતે પાલિકા કચેરીએ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સોસાયટીના રહેવાસીઓ રજૂઆત કરવા આવતા પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી ન મળતા આખરે સ્થાનિકો દ્વારા વોર્ડ નંબર 4ના સભ્ય અને વોટર વર્કસ કમિટીના ચેરમેનને જૂઆત કરવામાં આવી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, વોર્ડના સભ્ય તરફથી બાહેધરી સાથે આશ્વાસન આપવામાં આવ્યું છે કે, આવનાર દિવસોમાં આ વિસ્તારના રોડ-ગટર સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે.

Tags:    

Similar News