ભરૂચ: મગરોની નદી નર્મદામાં લોકો જીવના જોખમે કરી રહ્યા છે સ્નાન, તંત્ર ક્યારે જાગશે ?

ભરૂચ નજીક નર્મદા નદીમાં મગર મોટાપાયે વસવાટ કેરે છે ત્યારે લોકો પોતાના જીવના જોખમે નર્મદા નદીમાં સ્નાન કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

Update: 2023-06-07 10:13 GMT

ભરૂચ નજીક નર્મદા નદીમાં મગર મોટાપાયે વસવાટ કેરે છે ત્યારે લોકો પોતાના જીવના જોખમે નર્મદા નદીમાં સ્નાન કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

નર્મદા નદીના રેતાળ અને માટીવાળા કિનારા મગરો માટે અનુકુળ આશ્રયસ્થાન બની ગયાં છે. છેલ્લા ઘણા સમયથી નદીમાં મગરોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહયો છે. વર્તમાન સમયમાં ઝઘડિયાના રાજપારડીથી ગોલ્ડનબ્રિજ સુધીના 35 કીમીના વિસ્તારમાં 75થી વધારે મગરોની હાજરી જોવા મળી હોવાનું વન વિભાગનું કહેવું છે ત્યારે હાલ ઉનાળો ચાલી રહયો છે અને આકરી ગરમીથી રાહત મેળવવા લોકો ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીમાં નહાવા માટે જાય છે ત્યારે મગરના હુમલાની શક્યતા વધી રહી છે. તાજેતરમાં જ ભરૂચ તાલુકાના તવરા ગામ નજીક મગરે એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો એ જોતા ભરૂચ નજીક નર્મદા નદીમાં મગરોની સંખ્યા વધી છે અને હુમલાના બનાવો પણ સામે આવી રહ્યા છે જો કે તંત્ર દ્વારા ભયસૂચક બોર્ડ લગાવવામાં આવ્યા નથી અને લોકો બેદરકારી પૂર્વક નર્મદા નદીમાં સ્નાન કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વાર આ બાબતે ધ્યાન આપવામાં આવે એ જરૂરી છે. 

Tags:    

Similar News