ભરૂચ: આમોદ નજીકથી પસાર થતા નેશનલ હાઇવેના માર્ગનું કરવામાં આવશે નવીનીકરણ,MLA ડી.કે.સ્વામીના હસ્તે કરાયું ભૂમીપૂજન

જંબુસરના MLA ડી.કે.સ્વામીના હસ્તે આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૬૪ના માર્ગના નવીનીકરણની કામગીરીનું ખાતમૂર્ત કરવામાં આવ્યુ છે

Update: 2023-10-20 08:17 GMT

ભરૂચના જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૬૪ના માર્ગના નવીનીકરણની કામગીરીનું ખાતમૂર્ત કરવામાં આવ્યુ છે

ભરૂચના આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ૬૪ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો હતો.બિસ્માર રોડના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓમાં હાઈવે ઓથોરિટી સામે રોષ જોવા મળ્યો હતો. ત્યારે જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે રોડનું ખાર્તમુહૂર્ત કરવામાં આવ્યું હતું.રોડનું ખાર્તમુહૂર્ત કરવામાં આવતા વાહનચાલકો સહિત સ્થાનિક લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઇ-વે ૭.૩૩ કરોડના ખર્ચે ત્રણ અલગ અલગ સેકશનમાં બનાવવામાં આવશે.જેમાં આમોદના મલ્લાં તળાવથી બત્રીસી નાળા સુધી પાંચ લેયરમાં બનાવવામાં આવશે,દેરોલ થી કંથારીયા બે લેયર તેમજ સુડી-સમની સેક્શન પાંચ લેયર માં રોડ બનાવવામાં આવશે.આ ઉપરાંત બિસ્માર રોડ નીચે ખોદકામ કરી કાળી માટી કાઢી તેમાં પીળી માટીનો ઉપયોગ કરવામાં આવશે.

Tags:    

Similar News