ભાવનગર : વૃદ્ધ દંપતીને માર મારી રૂ. 6.85 લાખની લૂંટ ચલાવનાર 4 શખ્સોની LCB પોલીસે કરી ધરપકડ

મહુવા તાલુકાના કરમડિયા ગામે વૃદ્ધ દંપતીને માર મારી રૂ. 6.85 લાખની લૂંટ ચલાવનાર 4 શખ્સોની LCB પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2023-08-19 06:17 GMT

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કરમડિયા ગામે વૃદ્ધ દંપતીને માર મારી રૂ. 6.85 લાખની લૂંટ ચલાવનાર 4 શખ્સોની LCB પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કરમડિયા ગામે થોડા દિવસ પહેલા રાત્રિના સમયે લાકડીના ધોકા લઈને ઘરમાં ઘૂસી અજાણ્યા શખ્સોએ વૃદ્ધ દંપતીને માર મારી રૂ. 6.85 લાખની લૂંટ ચલાવી હતી, ત્યારે ભાવનગર LCB પોલીસે ધાડનો ગુન્હો ઉકેલી નાખ્યો છે. રંઘોળા ચોકડી બસ સ્ટેન્ડ પાસેથી મુદ્દામાલ સાથે ઉભેલા અજય વાઘેલા, વિપુલ ઉર્ફે કીગડી સાંઢમિયા, ગોવિંદ ઉર્ફે ગોબર ભાલીયા અને વિનું ખેરાળાને રૂ. 2.46 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં વધુ નામ બહાર આવતા આ ગેંગમાં કુલ 10 શખ્સો હોવાનું સામે આવ્યું છે, જ્યારે પકડાયેલા 4 પાસેથી અન્ય નામ સામે આવ્યા હતા, ત્યારે હાલ તો LCB પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News