ગુજરાતની રાજનીતિમાં મોટા ઉલટફેર, 2 મંત્રીઓ પાસેથી પરત લેવાયા ખાતા

રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ મંત્રાલય છીનવાયુ તો પુણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગ લઈ લેવાયું છે

Update: 2022-08-20 15:15 GMT

ગુજરાત સરકારમાં ચૂંટણી પહેલા મોટા ફેરફાર કરાયા છે. રાજ્ય સરકારના 2 મંત્રીઓ પાસેથી ખાતા પરત લેવામાં આવ્યા છે. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ ખાતું પરત લેવાયું. જે હવે હર્ષ સંઘવીને મહેસુલ ખાતુ સોંપવામા આવ્યું છે. તો પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન પરત લેવાયો છે. જગદીશ પંચાલને માર્ગ અને મકાન વિભાગ સોંપાયો છે.

ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં મોટા ફેરફાર વચ્ચે આવતીકાલે રવિવારે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ ગુજરાત આવી રહ્યા છે. તેમના આગમન પહેલાં જ ભૂપેન્દ્ર પટેલના બે મોટા મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીને કદ પ્રમાણે વેતરવામાં આવ્યા છે. ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં રાજ્યના વિવિધ મોરચા અને નેતાઓની અલગ અલગ બેઠક યોજાવાની છે..



Tags:    

Similar News