દક્ષિણ ગુજરાતમાં માવઠું, ખેડુતોના લલાટે ચિંતાની લકીરો

ભરૂચ અને અંકલેશ્વરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો બાદ વરસાદની એન્ટ્રી થઇ હતી. વરસાદના પગલે રસ્તાઓની સાથે શહેરીજનો પણ ભીંજાય ગયાં હતાં

Update: 2021-11-18 09:48 GMT

ભરૂચ અને અંકલેશ્વરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો બાદ વરસાદની એન્ટ્રી થઇ હતી. વરસાદના પગલે રસ્તાઓની સાથે શહેરીજનો પણ ભીંજાય ગયાં હતાં. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરની અસરતળે રાજયભરમાં સવારથી હવામાન પલટાયું છે. ભરૂચ અને અંકલેશ્વરની વાત કરવામાં આવે તો સવારથી વાદળછાયુ વાતાવરણ હતું અને બપોર થતાંની સાથે મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. વરસાદના પગલે ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદથી ખેતીના અનેક પાકોને નુકશાન થવાની ભિતી સેવાઇ રહી છે. હવામાનમાં પલટો આવતાં ઠંડીના જોરમાં વધારો થયો છે. ભરૂચ જિલ્લા ઉપરાંત સુરત જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેસરના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. નવસારી, તાપી સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

Tags:    

Similar News