કચ્છ:લોકગાયિકા ગીતા રબારીને ઘરબેઠા વેક્સિન આપવાનો મામલો, વાંચો વિવાદ વકરતા તંત્રએ શું કરી કાર્યવાહી

ગીતા રબારીને ઘરબેઠા કોરોનાની રસી મળતા ભારે હલ્લાબોલ મચી ગયો છે. આ મામલે ખુલાસો જાણવા આરોગ્ય વર્કરને બીજી નોટિસ પણ આપવામાં આવી છે

Update: 2021-06-14 13:03 GMT

કચ્છની સાથે દેશભરમાં પુરજોશમાં વેકસીનેશન અભિયાન ચાલી રહ્યું છે,લોકો વેકસીન લેવા માટે લાઈનમાં ઉભા રહે છે ત્યારે માંડ વેકસીન મળે છે આવા સમયે લોકગાયિકા ગીતા રબારીને ઘરબેઠા કોરોનાની રસી મળતા ભારે હલ્લાબોલ મચી ગયો છે. ભુજના માધાપરની આરોગ્ય વર્કરે ગીતા રબારી અને તેના પતિ પૃથ્વી રબારીને ઘરે જઈ કોરોના વેકસીન આપી હતી.ત્યારે આ મામલે ખુલાસો જાણવા આરોગ્ય વર્કરને બીજી નોટિસ પણ આપવામાં આવી છે સમગ્ર વિવાદ અંગે કચ્છનાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ માહિતી આપી હતી. કચ્છ જિલ્લાના આરોગ્ય વિભાગે શનિવારે ગુજરાતી લોક ગીત ગાયિકા ગીતા રબારી અને તેમના પતિને તેમના ઘરે જઈને કોરોના સામે રક્ષણ આપતી રસી આપી હતી, જેથી જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનક માઢકને કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો, જેમાં માધાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિમેલ હેલ્થ સુપરવાઈઝને ખુલાસો પૂછતી નોટિસ અપાઈ હતી. પરંતુ, સંતોષકારક જવાબ મળ્યા નથી, જેથી વધુ પ્રશ્નો સાથે બીજી નોટિસ અપાઈ હતી, આ મામલાને દબાવવા અધિકારીઓ પર રાજકીય દબાણ હોવાનો પણ ગણગણાટ જોવા મળી રહ્યો છે કચ્છમાં એક બાજુ 18થી 44 વર્ષની વ્યક્તિને મર્યાદિત સંખ્યામાં રસી અપાઈ રહી છે અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. યુવાનો અને યુવતીઓ રજિસ્ટ્રેશન માટે લોગ ઈન થાય એ પહેલા તો એમને લોગ આઉટ કરી દેવાય છે. વળી નજીક કે પસંદગીનું કેન્દ્ર તો મળતું જ નથી. નસીબ થયેલા કેન્દ્રમાં રસી લેવા માટે 45 મિનિટથી 2 કલાકની મુસાફરી કરવી પડે છે. બીજી બાજુ જિલ્લા આરોગ્ય વિભાગે શનિવારે ગુજરાતી લોક ગીત ગાયિકા ગીતા રબારી અને અને તેમના પતિને ઘરે જઈને રસી આપી હતી. ગીતા રબારીએ ટ્વિટરમાં પોસ્ટ પણ મૂકી હતી, જેથી આ વિવાદ વર્કયો હતો.ડીડીઓ ભવ્ય વર્માએ કહ્યું કે, સરકારની ગાઈડલાઈન પ્રમાણે 18 પ્લસ વેકસીનેશનમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી સરકારી દવાખાનામાં રસી મેળવવા માટે જવું પડે છે.આ કિસ્સામાં ગીતા રબારીએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પણ સરકારી કેન્દ્રમાં જઈ રસી લેવાના બદલે પોતાના ઘરે રસી મુકાવી હતી જે અયોગ્ય અને ગાઈડલાઈનના ભંગ સમાન છે,ફિમેલ હેલ્થ સુપરવાઇઝરે કોના કહેવાથી ઘરે જઈ રસી આપી તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે.આરોગ્ય વિભાગ પંચાયત કેડરમાં આવે છે જેથી સ્વાભાવિક છે જો કોઈ અધિકારીએ ઘરે વેકસીન આપવા માટે સુપરવાઇરને કહ્યું હશે તો તે પણ પંચાયત વિભાગના જ હશે જેથી જે કોઈ અધિકારીની સંડોવણી હશે તેઓ વિરુદ્ધ પંચાયત રુલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે,દરમિયાન ડીડીઓ ભવ્ય વર્માએ સ્વીકાર કર્યો કે,દરરોજ સાંજે 6 વાગે વેકસીનના સ્લોટ ઓપન કરવામાં આવે છે જેમાં મર્યાદિત સ્લોટના કારણે 4 થી 5 દિવસ સુધી યુવાઓની નોંધણી રસીકરણ માટે થઈ શકતી નથી

Tags:    

Similar News