સુરેન્દ્રનગર : ચોટીલામાં આખલાથી બચવા ગાય કપડાની દુકાનમાં ઘુસી, જુઓ LIVE દ્રશ્યો

ચોટીલામાં બનેલી એક ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહયો છે. જેમાં કપડાની દુકાનમાં અચાનક જ ગાય અને તેની પાછળ આખલો ઘુસી આવે છે.

Update: 2022-03-26 07:44 GMT

સુરેન્દ્રનગરના ચોટીલામાં બનેલી એક ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહયો છે. જેમાં કપડાની દુકાનમાં અચાનક જ ગાય અને તેની પાછળ આખલો ઘુસી આવે છે. આખલા અને ગાયના આ ઘમાસાણમાં દુકાનમાં રહેલાં 6 લોકો જીવ બચાવવા દોડધામ કરી મુકે છે.

આખા ગુજરાતમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહયો છે અને ઠેર ઠેર આખલાઓ બાખડતા જોવા મળે છે. આખલાઓની લડાઇમાં અત્યાર સુધી અનેક લોકો જીવ ગુમાવી ચુકયાં છે તો અનેક હોસ્પિટલ ભેગા થઇ ગયાં છે. રખડતા પશુઓના આતંક સામે તંત્ર લાચાર હોય તેમ લાગી રહયું છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં બનેલી એક ઘટનામાં છ લોકોના જીવ માંડ માંડ બચ્યાં છે. ચોટીલાન ખાંડી પ્લોટ વિસ્તારમાં રેડીમેઇડ કપડાની દુકાનમાં છ લોકો હાજર હતાં. તે સમયે અચાનક એક ગાય અને તેની પાછળ આખલો ઘુસી આવ્યો હતો. ગાય અને આખલો આવી ચઢતાં દુકાનમાં હાજર લોકોએ જીવ બચાવવા દોડધામ કરી મુકી હતી. સદનસીબે બે દરવાજાવાળી હોવાથી ગાય અને આખલો બહાર નીકળી ગયાં હતાં. જો કે આખી ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં ધુમ મચાવી રહયો છે.

Tags:    

Similar News