સુરેન્દ્રનગર : રણકાંઠાના માલણપુરમાં અન્ય ગામો કરતાં 2 ડીગ્રી તાપમાન કેમ રહે છે ઓછું, વાંચો રસપ્રદ વાત...

માલણપુરમાં 1400ની વસ્તી સામે 8500 વૃક્ષોથી ચોતરફ હરીયાળી તો આખુ ગામ CCTV કેમરાથી સજ્જ બનાવવામાં આવ્યું છે.

Update: 2022-04-23 08:08 GMT

સુરેન્દ્રનગર જિલ્લાના સૂકા ભઠ્ઠ અને વેરાન રણકાંઠા વિસ્તારમાં હાલ ગરમીનો પારો 43 ડીગ્રીએ છે, ત્યારે રણકાંઠાનું એક એવુ ગામ કે, જ્યાં અન્ય ગામો કરતા 2 ડીગ્રી તાપમાન ઓછું રહે છે. માલણપુરમાં એક વ્યક્તિ દીઠ 6 વૃક્ષોથી ચોતરફ હરીયાળીની ચાદર છવાયેલી જોવા મળે છે. માલણપુરમાં 1400ની વસ્તી સામે 8500 વૃક્ષોથી ચોતરફ હરીયાળી તો આખુ ગામ CCTV કેમરાથી સજ્જ બનાવવામાં આવ્યું છે.

રણકાંઠાની બંજર અને ઉજ્જડ જમીનમાં લિલોતરીની કલ્પના કરવી એ ધોળા દિવસે તારા જોવા જેવી ઘટના છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલણપુર ગામની વસ્તી 1400ની છે, જ્યારે ગામમાં વૃક્ષોની સંખ્યા જ 8500થી વધુ છે. એટલે કે, ગામમાં એક વ્યક્તિદીઠ વૃક્ષોની સંખ્યા 6થી પણ વધારે છે. વધુમાં હાલ ગરમીનો પારો 43 ડીગ્રીએ છે, ત્યારે રણકાંઠાની એક એવુ માલણપુર ગામ કે, જ્યાં અન્ય ગામો કરતા 2 ડીગ્રી તાપમાન ઓછું જોવા મળે છે.

Delete Edit

માલણપુર ગામમાં પ્રવેશતા જ તળાવની પાળે, મંદિરના ફરતે કે, રસ્તાની બન્ને બાજુ લિલાછમ્મ હવા સાથે વાતો કરતા ગગનચુંબી વૃક્ષો લહેરાતા જોવા મળે. માલણપુર ગામે વન વિભાગ અને ગ્રામજનોના સહિયારા પ્રયાસ થકી ગામમાં આવેલા તળાવની પાળે લિંબડા, પેલ્ટ્રાફોમ, નિલગીરી, ગુલમહોર, ઉંમરા, વડ, સરૂ અને કળજી મળી 6400 વૃક્ષો, ગામમાં આવેલા બુટભવાની માતાનાં મંદિરના ફરતે 1100 વૃક્ષો, માલણપુરનાં મુખ્ય રસ્તાની બન્ને બાજુ પાંજરાવાળા 500 વૃક્ષો અને અન્ય 500 વૃક્ષો મળી ગામમાં 1400ની વસ્તી સામે 8500 વૃક્ષો એટલે ગામની એક વ્યક્તિદીઠ 6થી વધારે વૃક્ષો છે.

ગ્રામજનોએ અંદાજે 1.50 લાખના ખર્ચે બોરમાંથી રોડ સુધી પાઇપલાઇન નાખી ગ્રામજનો અને વન વિભાગના સહિયારા પ્રયાસથી હાથમાં ગામના ફરતે ચારે દિશામાં હવા સાથે વાતો કરતા વૃક્ષો લહેરાતા નજરે પડે છે. આ સિવાય ગામની મહિલાઓ સહિત તમામ ગ્રામજનો દ્વારા દર રવિવારે ગામના તમામ વિસ્તારમાં સઘન સફાઇ પણ કરવામાં આવે છે. માલણપુરનાં ગ્રામજનો દ્વારા લોકફાળો કરી સમગ્ર ગામને અંદાજે 2 લાખના ખર્ચે 28 સીસીટીવી કેમેરા વડે આખા ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયુ છે.

આગામી દિવસોમાં આખા ગામને વાઇફાઇ સુવિધાથી સજ્જ કરવાની પણ તજવીજ હાથ ધરાઇ છે. ગામમાં 100% શૌચાલયની સુવિધાથી સજ્જ એવા માલણપુરમાં આઝાદી બાદથી માત્ર એક જ વખત ચુંટણી યોજાઇ છે. વધુમાં હાલમાં આકાશમાંથી અગનગોળા વરસાવતી કાળઝાળ તાપમાં ગરમીનો પારો 43 ડીગ્રીએ છે, ત્યારે રણકાંઠાની એક એવુ માલણપુર ગામ કે જ્યાં અન્ય ગામો કરતા 2 ડીગ્રી તાપમાન ઓછું જોવા મળે છે. સાથે જ ગ્રામજનોના સાથ સહકાર થકી 3 વર્ષની અથાગ મહેનત બાદ હાલમાં ગામમાં ચારેબાજુ હરીયાળી પથરાઇ છે.

Tags:    

Similar News