સુરેન્દ્રનગર: સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ, તંત્રએ રૂ. ૨૪.૭૦ લાખની કિમતનો જથ્થો જપ્ત કર્યો

આ સંયુક્ત ઓપરેશનમાં ૫૧,૨૦૦ કિલોગ્રામ ઘઉ, ૩૯,૫૫૦ કિલોગ્રામ ચોખા તથા ૧૦૦ કિલોગ્રામ ખાંડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

Update: 2021-11-11 12:19 GMT

સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા કચેરીના મુખ્ય પુરવઠા નિરીક્ષક, લખતર મામલતદાર તથા સુરેન્દ્રનગર એલ.સી.બી ટીમનાના સંયુક્ત ઓપરેશનમાં બાતમીના આધારે લખતર-અમદાવાદ હાઇવે પર અન્નપૂર્ણા રેસ્ટોરંટની પાછળ આવેલ ખાનગી ગોડાઉનમાંથી ગવર્નમેન્ટ ઓફ હરિયાણા/ગવર્નમેન્ટ ઓફ ગુજરાત/ ગવર્નમેન્ટ ઓફ પંજાબના માર્કાવાળા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો ઘઉ, ચોખા અને ખાંડનો ગેરકાયદેસર જથ્થો જપ્ત કરવામાં આવેલ છે.આ સંયુક્ત ઓપરેશનમાં ૫૧,૨૦૦ કિલોગ્રામ ઘઉ, ૩૯,૫૫૦ કિલોગ્રામ ચોખા તથા ૧૦૦ કિલોગ્રામ ખાંડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલ જથ્થાની કૂલ બજાર કિંમત રૂપિયા ૨૪.૭૦ લાખ થાય છે.સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ અને પોલીસ દ્વારા હાલમાં આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે 

Tags:    

Similar News