તાપી : મતદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ, ચૂંટણી તંત્ર દ્વારા રન ફોર વોટ યાત્રાને પ્રસ્થાન કરાવાય…

તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે હેતુસર “રન ફોર વોટ યાત્રા”ને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

Update: 2022-11-24 08:32 GMT

તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે હેતુસર "રન ફોર વોટ યાત્રા"ને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ મતદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય અને આવનાર ચૂંટણી આદર્શ બની રહે તે દિશામાં તાપી જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા આ દિશામાં વધુ એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં શાળા, કોલેજ સહિત આઈટીઆઈના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને વ્યારા નગરના જાગૃત નાગરિકોની રન ફોર વોટ યાત્રા યોજાય હતી. આ સાથે જ "રન ફોર વોટ, રન ફોર તાપી"ના સૂત્ર હેઠળ અચૂક મતદાન કરવું અને મતદાન કરાવવા અંગે લોકોને શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ અંગેના દિશા સૂચક બેનરો લઈને વ્યારા નગરમાં દોડ લગાવી હતી.

Tags:    

Similar News