કોંગ્રેસની નવી રણનીતિ, તાલુકા વાઈઝ બેઠકો માટે તખ્તો તૈયાર કરશે

કોંગ્રેસ ના સુત્રો અનુસાર 18મી જૂને દક્ષિણ, 19 મઘ્ય ગુજરાત, 21મી જૂને ઉત્તર ગુજરાત અને 23 જૂને સૌરાષ્ટ્રમાં બેઠકો યોજાશે.

Update: 2022-06-15 06:13 GMT

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ થવા માંડી છે. ભાજપે કાર્યકરોને લોકસંપર્ક માટે ગામડાઓ ખૂંદવા સૂચનાઓ આપી છે. તો હવે કોંગ્રેસ પણ બને પાર્ટી સામે આક્રમક બનવા જઈ રહી છે આગામી સમયમાં પક્ષના દિગ્ગજ નેતાની આગેવાનીમાં તાલુકાઓમાં બેઠકો શરૂ થશે.

મળતી માહિતી મુજબ આગામી 18 થી 23 જૂન સુધી કોંગ્રેસ રાજ્યના ચારેય ઝોનમાં બુથ લેવલ ના કાર્યકરો સાથે બેઠક કરશે. લોકોને પોતાની તરફ કેવી રીતે કરી શકાય અને પક્ષમાં યુવાનો ને જોડાવા શું કરવું જોઈએ તેની ચર્ચાઓ આ બેઠકમાં થશે. કોંગ્રેસ ના સુત્રો અનુસાર 18મી જૂને દક્ષિણ, 19 મઘ્ય ગુજરાત, 21મી જૂને ઉત્તર ગુજરાત અને 23 જૂને સૌરાષ્ટ્રમાં બેઠકો યોજાશે. આ બેઠકમાં પાર્ટી સંગઠન દ્વારા સોંપવામાં આવેલ જવાબદારીઓનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે.

તે ઉપરાંત સ્થાનિક સમસ્યાઓ અને લોકોના પ્રશ્નો પણ ચર્ચા કરાશે.અંબાજીથી ઉમરગામ એટલે કે આદિવાસી સમાજનું પ્રભુત્વ ધરાવતી 40 સીટો પર લોકોને તેમના હક મળે તે માટે સત્યાગ્રહ નામની એપ્લિકેશન કોંગ્રેસ પક્ષ દ્વારા બહાર પાડવામાં આવી હતી.આ એપમાં લોકોના પ્રશ્નો ની નોંધણી થશે. જેના થકી આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ આ વિસ્તારમાં 10 હજારથી વધુ ચોપાલ કરશે. 10 લાખ પરિવારો સાથે સીધી મુલાકાત કરશે.

કોંગ્રેસ દ્વારા ધીમે ધીમે અમે રાજ્યના તમામ 182 વિધાનસભા મતવિસ્તારો અને ગુજરાતીઓની સમસ્યાઓ અને જરૂરિયાતોને પ્રકાશિત કરતી માહિતી સાથે આવરી લેવાશે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને આદેશ આપવામાં આવ્યા છે કે જનતા સુધી પોહ્ચે. 

Tags:    

Similar News