વલસાડ : દિવ્‍યાંગ, શારીરિક રીતે અશક્ત અને પથારીવશ લોકોને ઘર બેઠાં જ વેક્‍સીનેશન સેવાનો લાભ મળશે…

વલસાડ જિલ્લામાં ચાલી રહેલી વેકસીનેશન કામગીરી અંતર્ગત જિલ્લામાં વેક્‍સીનેશન કરવા માટે આરોગ્‍ય શાખા, જિલ્લા પંચાયત, વલસાડ દ્વારા નવો જ અભિગમ શરૂ કરવામાં આવ્‍યો છે.

Update: 2022-01-11 05:00 GMT

વલસાડ જિલ્લામાં ચાલી રહેલી વેકસીનેશન કામગીરી અંતર્ગત જિલ્લામાં વેક્‍સીનેશન કરવા માટે આરોગ્‍ય શાખા, જિલ્લા પંચાયત, વલસાડ દ્વારા નવો જ અભિગમ શરૂ કરવામાં આવ્‍યો છે. હાલ જિલ્લામાં નિયત કરેલા કોરોના વેક્‍સીન સેન્‍ટર ખાતે લોકો આવી રસી મુકાવે છે. પરંતુ હજુ પણ દિવ્‍યાંગ, શારીરિક રીતે અશકત અને પથારીવશ લોકો એવા પણ છે જે વેકસીન સેન્‍ટર સુધી આવી નથી શકતા તેવા નાગરિકો માટે જિલ્લા પંચાયતની આરોગ્‍ય શાખા દ્વારા ઘરે બેઠા કોરોના વેકસીન લઇ શકે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જેનો હેલ્‍પલાઇન ૦૨૬૩૨-૨૫૩૩૮૧ છે.

નવા અભિગમમાં જો કોઈ વ્‍યક્‍તિ હોમ આઇસોલેશનમાં હોય ત્‍યારે તેઓને મેડીકલ સલાહ સૂચનની જરૂરિયાત હોય તો સબંધિત આરોગ્‍ય કેન્‍દ્રના મેડીકલ ઓફિસર સાથે વાત કરાવવામાં આવશે અથવા જરૂર જણાય તો ટીમ મોકલી જરૂરી સલાહ સુચન આપવામાં આવશે. આ ઉપરાંત જે વ્‍યક્‍તિ ચાલી ન શકે તેવા દિવ્‍યાંગ, શારીરિક રીતે અશકત અને પથારીવશ લોકો માટે તેઓના ઘરે ટીમ દ્વારા જઈને કોવિડ-૧૯ની તપાસ કરવા માટે સેમ્‍પલ લેવામાં આવશે. હેલ્‍પ લાઈન કંટ્રોલ રૂમમાં જે-તે નજીકના આરોગ્‍ય કેન્‍દ્રના વિસ્‍તારમાં આવતા લાભાર્થીઓએ જે-તે આરોગ્‍ય કેન્‍દ્ર દ્વારા વેકસીનની સેવા લાભાર્થીને, આઇસોલેશનમાં હોય ત્‍યારે તેઓને અને જે વ્‍યક્‍તિ ચાલી ન શકે તેવા દિવ્‍યાંગ, શારીરિક રીતે અશકત અને પથારીવશ લોકો માટે ઘરે બેઠા સેવા પુરી પાડવામાં આવશે. આ સેવા માટે હેલ્‍પ લાઇનમાં લાભાર્થીએ મોબાઇલ નંબર, રહેણાંકનું પુરૂ સરનામું અચુકપણે આપવાનું રહેશે. આરોગ્‍ય શાખા દ્વારા કરવામાં આવેલા અભિગમમાં જિલ્લાના દિવ્‍યાંગ, શારીરિક રીતે અશકત અને પથારીવશ લોકોને ઘર બેઠા જ વેક્‍સીનેશન સેવાનો લાભ લેવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.

Tags:    

Similar News