જુનાગઢ: મુખ્યમંત્રીના આગમન પૂર્વે કેશોદમાં લાગ્યા બેનર,જુઓ શું છે મામલો

Update: 2021-01-20 06:53 GMT

જૂનાગઢના કેશોદમાં મુખ્યમંત્રીના આગમન પહેલાં જ ખેડૂત સંગઠનો દ્વારા બેનરો લગાડવામાં આવ્યા છે અને વર્ષ 2019નો પાક વીમો આપવા માંગ કરવામાં આવી છે.

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢ જિલ્લાની પ્રવાસે છે અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે ત્યારે કેશોદમાં સી.એમ. આવે તે પહેલાં જ જાહેર માર્ગો પર ખેડૂત સંગઠનો દ્વારા બેનરો લગાડવામાં આવ્યા છે બેનરો માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેશોદ માં વિજય રૂપાણી નું હાર્દિક સ્વાગત છે અને વિજય રૂપાણી સરકાર વીમા કંપનીને 185 કરોડ પહેલા ચુકવે કારણ કે જો આ રકમ ચૂકવવામાં આવે તો જ ખેડૂતોને વીમો મળે તેમ છે 2019 નો પાક વીમો ખેડૂતોને ન મળતા અનેક આંદોલન કરવામાં આવ્યા છે પરંતુ સરકાર દ્વારા હજુ સુધી ખેડૂતોને પાક વીમો આપવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સી.એમ.ના આગમન ટાણે જ બેનર લાગતાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.

Tags:    

Similar News