GTvsLSG:- રોમાંચક મેચમાં ગુજરાતે લકનઉને 7 રને હરાવ્યું, મોહિત શર્માએ છેલ્લી ઓવરમાં બાજી પલટી નાખી

લખનઉને 136 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં તેઓ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 128 રન જ બનાવી શકી હતી

Update: 2023-04-22 14:18 GMT

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ સીઝનમાં આજે ફરીથી ડબલ હેડર મેચ છે. પ્રથમ મેચ લખનઉ સુપરજાયન્ટ્સ (LSG) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ગુજરાત ટાઇટન્સે રોમાંચક મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સને 7 રને હરાવ્યું હતું. લખનઉને 136 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં તેઓ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 128 રન જ બનાવી શકી હતી. એક તબક્કે ટીમ જીતની નજીક હતી, પણ સતત વિકેટ ગુમાવી અને ધીમી રમતના કારણે તેઓ મેચ હારી ગયા હતા. લખનઉએ છેલ્લી ઓવરમાં મોહિત શર્માની બોલિંગમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. કેએલ રાહુલે 111.48ની સ્ટ્રાઈક રેટથી 61 બોલમાં 68 રન બનાવ્યા હતા. નૂર અહેમદ અને મોહિત શર્માએ 2-2 વિકેટ લીધી હતી.


GUJARAT TITANSની ઇનિંગ:-

ગુજરાત ટાઇટન્સે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં 6 વિકેટે 135 રન બનાવ્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ હાર્દિક પંડ્યાએ કેપ્ટન ઇનિંગ રમી હતી. તેણે 50 બોલમાં 66 રન બનાવ્યા હતા. તેની આ લીગની નવમી ફિફ્ટી હતી. તો રિદ્ધિમાન સાહાએ 37 બોલમાં 47 રન બનાવ્યા હતા. ટીમમાંથી આ બન્ને બેટર્સ સિવાય અન્ય કોઈ ચાલ્યું નહોતું. લખનઉ તરફથી સૌથી વધુ કૃણાલ પંડ્યા અને માર્કસ સ્ટોઇનિસે 2 વિકેટ લીધી હતી. તો નવીન ઉલ હક અને અમિત મિશ્રાને 1-1 વિકેટ મળી હતી.

Tags:    

Similar News