Connect Gujarat
ગુજરાત

જંગલ બચાવવા વિદેશી યુવાનોએ યોજી રીક્ષા રન, કેન્સરગ્રસ્તો માટે કરે છે ચેરિટી

જંગલ બચાવવા વિદેશી યુવાનોએ યોજી રીક્ષા રન, કેન્સરગ્રસ્તો માટે કરે છે ચેરિટી
X

વિવિધ દેશોનાં યુવક-યુવતીઓની 86 ટીમો ભારત ભ્રમણ માટે રીક્ષા લઈને નીકળી છે

ગ્લોબલ વોર્મિંગને વધતું અટકાવવા જંગલ બચાવોની મુહિમ સાથે વિદેશી યુવાનો ચેરિટી માટે નીકળ્યા છે. વિવિધ દેશનાં યુવાનોની કુલ 86 ટીમ રાજસ્થાનનાં જેસલમેરથી કેરાલાના કોચી સુધી જવા માટે નીકળ્યા છે. રસ્તામાં આવતા રાજ્યોનાં શહેરોમાં જઈને જંગલ બચાવવાની અપિલ કરી રહ્યા છે.

[gallery size="large" td_select_gallery_slide="slide" ids="61123,61124,61125,61126,61127"]

કુલ અર્થ સંસ્થા તથા કેન્સર રિસર્ચ યુકે દ્વારા પર્યાવરણ બચાવવા માટે અનોખી ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં અલગ અલગ દેશોનમાં અંદાજે 239 યુવાનો જંગલ બચાવવાનો સંદેશો લઈને નીકળ્યા છે. તેઓ ગ્લોબલ વોર્મિંગને વધતુ અટકાવવા લોકોને અપીલ કરી રહ્યા છે. સાથે કેન્સરગ્રસ્ત લોકો માટે ચેરિટી પણ કરી રહ્યા છે. ગત તારીખ 13 ઓગષ્ટનાં રોજ રાજસ્થાનનાં જેસલમેરથી આ યુવાનોની ચેરીટી યાત્રા શરૂ થઈ હતી. જેઓ ગત રોજ ભરૂચ જિલ્લામાંથી પસાર થયા હતા.

અંકલેશ્વરથી નેત્રંગ તરફ જતા માર્ગ ઉપર તેઓ નેત્રંગ નજીક પહોંચતાં મોરિયાણા ગામ પાસે પર્યાવરણ પ્રેમી બાલુભાઈ પટેલનાં ફાર્મહાઉસ ખાતે થોડા સમય માટે રોકાયા હતા. રીક્ષા લઈને નીકળેલા આ વિદેશી યુવાનો સાથે યુવતીઓ પણ જોડાયી છે. ભારતમાં શરૂ થયેલી આ રીક્ષા રનમાં યુકે, જર્મની, પોલેન્ડ, યુક્રેઈન, ઝાંબિયા, જ્હોનિસબર્ગ, ભારત, મોંગલિયાના યુવાનો સામેલ છે. આગામી 26 ઓગષ્ટનાં રોજ કેરાલાનાં ફોર્ટ કોચી ખાતે તેમની આ રીક્ષા રન પૂર્ણ કરવાના છે.

Next Story