અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે આવેલ શુભમ પાર્ક સોસાયટી ના એક બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ અને ઘરેણાં ની ચોરી કરી ફરાર થઇ જતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર ના સંજાલી ગામે શુભમ પાર્ક સોસાયટીમાં સી-૧૦ નંબરના મકાનમાં રહેતા અને મૂળ પચ્છિમ બંગાળના સંદીપ ગાયોને પોતાનું મકાન બંધ કરી રાત્રે નોકરી પર ગયા હતા ,તે દરમ્યાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી તિજોરી તોડી તેમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.સવારે નોકરી પર થી પરત આવતા તેમણે દરવાજા નું તાળું તૂટેલું જોતા ઘર માં તપાસ કરતા સામાન વેરવિખેર પડેલો અને તિજોરી તૂટેલી જોતા અંદર તપાસ કરતા રોકડ રકમ અને ઘરેણાં ગાયબ જણાતા તાત્કાલિક અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં અંદાજે  3 લાખ ઉપરાંતની ચોરી થયાની જાણ કરી હતી. જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

ઉલીખનીય છે કે, જેમ-જેમ ઠંડકનો રંગ બતાવી રહ્યો છે. તેમ તેમ ચોરો પણ આ તકને છોડવા પણ માંગતા નથી. એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ભરૂચ જિલ્લાની પોલીસ અનેક ઘટનાઓની  ઉકેલી રહી છે પરંતુ ચોરીની ઘટનાઓ અંજામ આપતા ચોરોનું પગેરું મેળવવામાં સફળ થાય એ પ્રજા જ જનો ઈચ્છી રહ્યા છે.

LEAVE A REPLY