ફરીયાદીના બેંક એકાઉંટ માંથી PayTM ઓન લાઇન વોલેટ મારફતે રૂપિયા ૨૭,૭૦૮ ઉપાડી લીધા હતા.

ભરૂચ સાઇબર ક્રાઇમ સેલે ATM કાર્ડની વિગત મેળવી ઓન લાઇન વોલેટ મારફતે નાણા ઉપાડી લેતા આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત પોલીસ માહિતિ અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ મથકના આઇ.પી.સી કલમ ૪૦૬ તથા ઇન્ફોરમેશન ટેકનોલોજી એકટ -૨૦૦૦ની કલમ ૬૬(સી),૬૬(ડી) મુજબના ગુનાના આરોપીની તપાસ માટે સાઇબર ક્રાઇમની ટીમ દમણ ખાતે હતી. દરમિયાન તેમને મોહન રામદાસ પનિકા હાલ રહે. પંચાલ ચાર રસ્તા,ભીમપોર દમણ,મુળ રહે. ઢેડુવા ગામ,જી. સહેદોલ એમ.પી.ની અટકાયત કરી સઘન પુછતાછ કરતા તેણે ફરીયાદીના બેંક એકાઉન્ટમાંથી PayTM ઓન લાઇન વોલેટ મારફતે કુલ રૂપિયા ૨૮,૭૦૮/-ઉપાડી લીધા હોવાની કબુલાત કરી હતી. જેથી સાઇબર ક્રાઇમ ટીમે પકડાયેલ આરોપીની ભરૂચ શહેર બી ડિવિઝન ખાતે નોંધ કરાવી આગળની કાર્યવાહી માટે અંકલેશ્વર પોલીસ મથકે મોકલી આપેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here