Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ ચોકોલેટમાંથી બનેલા ગણેશજીનું દુધમાં થયું વિસર્જન, બાળકોને વહેંચાયું ચોકલેટ મિલ્ક

ભરૂચઃ ચોકોલેટમાંથી બનેલા ગણેશજીનું દુધમાં થયું વિસર્જન, બાળકોને વહેંચાયું ચોકલેટ મિલ્ક
X

ડેન્ટિસ્ટ ડૉ. હિરલ પંડ્યાએ ચોકલેટમાંથી બનાવેલા ગણેશજીનું દોઢ દિવસે કરાયું વિસર્જન

ભરૂચ શહેરના દંત ચિકિત્સકે શુદ્ધ દૂધ અને ચોકલેટમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી હતી. અને તેનું ઘરમાં સ્થાપન કરવામાં આવ્યું હતું. આ ચોકલેટનાં ગણપતિને દૂધમાં વિસર્જિત કરવામાં આવ્યા હતા. બાદમાં અયોધ્યાનગર વિસ્તારમાં આવેલા ગરીબ પરિવારનાં 100 જેટલાં બાળકોને ચોકલેટ મિલ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વ્યવસાયે દંત ચિકિત્સક એવા ડો. હિરલ પંડ્યાએ ચોકલેટમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી સૌને આકર્ષિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે શહેરમાં પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરિસ)માંથી બનેલી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. જે આખરે આપણાં જળ મંડળોમાં પ્રદૂષણ ફેલાવે છે. આજે આપણે માતૃભૂમિ બચાવવા અને તેને લીલા અને તંદુરસ્ત રાખવા વિશે વાત કરી રહ્યા છીએ. તો પછી તેના પર અભિયાન શકરવાનું કેમ ભૂલી જઈએ. આશરે 12 થી 15 ઇંચના ચોકલેટ ગણેશજીને આઠ કલાકમાં 10 કિલો ચૉકલેટ સાથે બનાવ્યાં હતાં. જેનું આજે ઘરમાં જ દૂધમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. જે બાદ તૈયાર થયેલું ચોકોલેટ મિલ્ક લઈને અમે અયોધ્યાનગર વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં પહોંચ્યા હતા. અહીં અંદાજે 100 જેટલાં બાળકોમાં અમે આ ચોકલેટ મિલ્કનું વિતરણ કર્યું હતું.

Next Story
Share it