અમરનાથ યાત્રા : બાબા બર્ફાનીના દર્શનાર્થે અમરનાથ યાત્રાએ પહોંચેલા ભરૂચના તમામ ભક્તો સુરક્ષિત...

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વેજલપુરમાંથી અમરનાથ યાત્રાએ એક લક્ઝરી બસ 46 જેટલા શ્રદ્ધાળુઓને લઈ નીકળી હતી.

New Update

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી 46 જેટલા ભક્તો અમરનાથ યાત્રાએ દર્શન અર્થે પહોંચ્યા હતા, જ્યારે વાદળ ફાટ્યાની દુર્ઘટના સર્જાય ત્યારે ભરૂચના તમામ ભક્તો સુરક્ષિત હોવાના અહેવાલના વિડિયો થકી તેઓના પરિવારજનોને જાણ કરી હતી.

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વેજલપુરમાંથી અમરનાથ યાત્રાએ એક લક્ઝરી બસ 46 જેટલા શ્રદ્ધાળુઓને લઈ નીકળી હતી. અમરનાથ યાત્રાએ પહોંચ્યા હતા, જ્યાં બાબા અમરનાથના દર્શન અર્થે પગપાળા જઈ રહ્યા હતા, ત્યારે વાદળ ફાટવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં કેટલાય ભક્તોએ જીવ પણ ગુમાવ્યા હતા. પરંતુ ભરૂચના ભક્તો પણ નજીકમાં હતા જેથી તેઓ સુરક્ષિત દર્શન કરી પરત ફર્યા છે. જોકે, અમરનાથ યાત્રાએ પહોંચેલા તમામ 46 ભક્તોએ મોબાઇલમાં વિડિયો બનાવી તેઓના પરિવારજનોને સુરક્ષિત હોવાનો સંદેશો પાઠવ્યો હતો. અમરનાથ યાત્રા ચાલી રહી છે, જેમાં વાદળ ફાટ્યુ હોવાના કારણે દુર્ઘટનામાં ભરૂચના કોઈપણ ભક્તને જાનહાની થઈ નથી.

Latest Stories