Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ગૌરી વ્રત નિમિત્તે વિવિધ પ્રાથમિક શાળાની બાળાઓને સુકો મેવો અને ફ્રુટ કીટનું વિતરણ કરાયું

ભરૂચ જિલ્લામાં જયા પાર્વતી વ્રત કરતી કુંવારીકાઓના દેવપોઢી એકાદશી બાદ ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો હતો

અંકલેશ્વર : ગૌરી વ્રત નિમિત્તે વિવિધ પ્રાથમિક શાળાની બાળાઓને સુકો મેવો અને ફ્રુટ કીટનું વિતરણ કરાયું
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિવિધ શાળાઓમાં ગૌરી વ્રત નિમિત્તે બાળાઓને સુકો મેવો તેમજ ફ્રુટની કીટ વિતરણ કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લામાં જયા પાર્વતી વ્રત કરતી કુંવારીકાઓના દેવપોઢી એકાદશી બાદ ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો હતો, ત્યારે હાલ ગૌરી વ્રત તેના અંતિમ ચરણમાં છે. તેવામાં અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિવિધ શાળાઓમાં ગૌરી વ્રત નિમિત્તે સુકો મેવો અને ફ્રુટની કીટ વિતરણ કરવામાં આવી રહી છે, ત્યારે અંકલેશ્વરના ચૌટા બજાર સ્થિત પ્રાથમિક કન્યાશાળા ક્રમક નંબર-૩ ખાતે પાલિકા પ્રમુખ વિનય વસાવા, અંકલેશ્વર શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલ ચૌહાણના હસ્તે નાની બાળાઓને સુકો મેવો તેમજ ફ્રુટની કીટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે આગેવાન ગણેશ અગ્રવાલ સહિત મોટી સંખ્યામાં શાળાની બાળાઓ ઉપસ્થિત રહી હતી.

Next Story