Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : JCI દ્વારા નવા દીવા ગામ શાળામાં નિદાન કેમ્પ યોજાયો, બાળકોને આંખ અને દાંતની સારવાર અપાય

JCI અંકલેશ્વર દ્વારા પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા નવા દીવા ગામ ખાતે ડેકન કંપનીના સહયોગથી આંખ તથા દાંતના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર : JCI દ્વારા નવા દીવા ગામ શાળામાં નિદાન કેમ્પ યોજાયો, બાળકોને આંખ અને દાંતની સારવાર અપાય
X

જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) અંકલેશ્વર દ્વારા પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા નવા દીવા ગામ ખાતે ડેકન કંપનીના સહયોગથી આંખ તથા દાંતના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 615થી પણ વધુ બાળકોએ આ નિદાન કેમ્પનો લાભ લીધો હતો.

અંકલેશ્વરના નવા દીવા ગામ સ્થિત પ્રાથમિક તથા માધ્યમિક શાળા ખાતે JCI અંકલેશ્વર દ્વારા ડેકન કંપનીના સહયોગથી આંખ તથા દાંતના નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં દરેકે દરેક બાળકોને ડેન્ટલ કીટ એટલે કે, પેસ્ટ, બ્રશ તથા ટંક ક્લીનર આપવામાં આવ્યું હતું. નિદાન કેમ્પ બાદ દરેક બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો. જોકે, કેટલાક બાળકોને આંખોમાં ચશ્મા તથા દાંતની તકલીફમાં રાહત ન મળે ત્યાં સુધી સારવાર કરી આપવામાં આવશે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના ડોક્ટર અંજનાબેન તથા ડેન્ટલ મોદી ક્લિનિકના ડોક્ટર પ્રિયંકાબેન બાળકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતા. આ પ્રસંગે ડેકેન કંપનીના હેડ પરાગભાઈ, ઝોન વાઇસ પ્રેસિડન્ટ જેસી વિકાસ પટેલ, જોન ડાયરેક્ટર પબ્લિક રિલેશન જેસી તેજસભાઈ, ઝોન કોર્ડીનેટર જેસી હેમલ પંચાલ, જેસીઆઈ અંકલેશ્વરના પ્રમુખ જેસી કિંજલ શાહ, પાસ્ટ એક્ઝિટિવ વાઇસ પ્રેસિડન્ટ જેસી ચિરાગ શાહ, પ્રાથમિક શાળા નવા દીવા ગામ શાળાના આચાર્ય હિતેશભાઈ, માધ્યમિક શાળાના આચાર્ય હિરલબેન સમગ્ર નિદાન કેમ્પ દરમ્યાન ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટ ચેરમેન જેસી પ્રતિક વોરા, જેસી શીતલ જાની, જેસી ભરત ભાનુશાલી, જેસી સીયા મોહન શુક્લા, જેસી શ્યામા શાહ, જેસી કેતન સોલંકીએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

Next Story