Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : નવા કાસીયા ગામે પોલીસના દરોડા, દેશી દારૂ બનાવવાના સાધનો સાથે 2 મહિલા બુટલેગર ઝડપાય

પોલીસે દરોડા પાડી સ્થળ પરથી 10 લીટર દેશી દારૂ અને 200 લીટર વોશનો જથ્થો કબ્જે કર્યો...

અંકલેશ્વર : નવા કાસીયા ગામે પોલીસના દરોડા, દેશી દારૂ બનાવવાના સાધનો સાથે 2 મહિલા બુટલેગર ઝડપાય
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવા કાસીયા ગામમાંથી 2 સ્થળોએથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો સાથે 2 મહિલા બુટલેગરોને પોલીસે ઝડપી પાડી હતી. ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પ્રોહિબિશન ડ્રાઇવ હેઠળ પેટ્રોલીંગમાં હતો, તે દરમ્યાન બાતમીના આધારે નવા કાસીયા ગામના મોદી ફળીયામાં રહેતી મહિલા બુટલેગર કપિલા પાટણવાડિયા પોતાના ઘરના વાડાના ભાગે દેશીની ભઠ્ઠી ઉપર દારૂ બનાવે છે..

પોલીસે દરોડા પાડી સ્થળ પરથી 10 લીટર દેશી દારૂ અને 200 લીટર વોશનો જથ્થો કબ્જે કર્યો હતો, જ્યારે આવી જ રીતે પોલીસે નવા કાસીયા ગામના મૂંડી ફળિયામાં રહેતી મહિલા બુટલેગર નિશા પાટણવાડિયાના ઘરના વાડા ભાગે દરોડા પાડ્યા હતા, જ્યાં પોલીસે સ્થળ પરથી 10 લીટર દેશી દારૂ અને 200 લીટર વોશનો જથ્થો કબ્જે કર્યો હતો. આમ પોલીસે બન્ને સ્થળોએથી 800 લીટર વોશ અને દેશી દારૂ મળી કુલ 1600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને મહિલા બુટલેગરોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story