Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: SOGએ કેમિકલની ગેરકાયદેસર હેરાફેરી ઝડપી પાડી, 2 આરોપીઓની ધરપકડ

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને માહિતી મળી હતી કે અંકલેશ્વર ખાતે આવેલ નોબલ માર્કેટ પાસે મેન્કોજેબ નામક કેમિકલ પાવડરનું ગેરકાયદેસર રીતે વહન થાય છે

અંકલેશ્વર: SOGએ કેમિકલની ગેરકાયદેસર હેરાફેરી ઝડપી પાડી, 2 આરોપીઓની ધરપકડ
X

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત નોબલ માર્કેટ પાસે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગેરકાયદેસર કેમિકલ યુક્ત પાવડર ભરેલ ટેમ્પો સાથે બે ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને માહિતી મળી હતી કે અંકલેશ્વર ખાતે આવેલ નોબલ માર્કેટ પાસે મેન્કોજેબ નામક કેમિકલ પાવડરનું ગેરકાયદેસર રીતે વહન થાય છે તે દરમિયાન નોબલ માર્કેટ પાસે એક છોટાહાથી ટેમ્પો નંબર જીજે 16 એ ડબલ્યુ 992 ને રોકતા જેમાં બે જેટલા ઈસમો ડ્રાઇવર માણેકલાલ દેવાસી તેમજ અન્ય ઈસમ જેનું નામ જબરારામ પુરોહિતને પૂછતા તેઓ પાસેથી પાઉડર અંગે કોઈપણ જાતના પુરાવા મળી આવ્યા ન હતા. જે અંગે જીઆઈડીસી પોલીસે બન્નેની અટકાયત કરી તેઓ પાસેથી રૂ. 3.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story