Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : નજીવી બાબતે 2 મિત્રો બાખડ્યા, માથામાં સિમેન્ટનો બ્લોક મારતા એક મિત્રનું મોત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગડખોલ પાટિયા નજીક 2 મિત્રો વચ્ચે મોબાઇલ લેવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી,

અંકલેશ્વર : નજીવી બાબતે 2 મિત્રો બાખડ્યા, માથામાં સિમેન્ટનો બ્લોક મારતા એક મિત્રનું મોત
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગડખોલ પાટિયા નજીક 2 મિત્રો વચ્ચે મોબાઇલ લેવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી, ત્યારે આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા મિત્રએ જ પોતાના મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો.



અંકલેશ્વર શહેરના ગડખોલ પાટિયા નજીક આવેલ જીએનએફસી તળાવની પાછળ નહેર પાસે ભરત માણવર સાથે સંતોષસિંગ વચ્ચે મોબાઇલની લેતીદેતી બાબતે મારામારીની ઘટના સર્જાય હતી. જેમાં ઉશ્કેરાયેલા સંતોષસિંગે નજીકમાં પડેલો સિમેન્ટનો બ્લોક ભરત માણવરને માથાના ભાગે મારી દેતા તે સ્થળ પર જ ઢળી પડ્યો હતો. બનાવની જાણ પરિજનોને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્ત ભરતને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે સંતોષસિંગ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story