Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ખડકી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે મહિલા બુટલેગર ઝડપાય,પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૭ નંગ બોટલ કબજે કરી....

અંકલેશ્વર: ખડકી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે મહિલા બુટલેગર ઝડપાય,પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
X

અંકલેશ્વરના ગોયાબજાર ખડકી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બે મહિલા બુટલેગરોને ઝડપી પાડી હતી ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગોયાબજાર ખડકી ફળિયામાં રહેતી મહિલા બુટલેગર દીક્ષાબેન અરવિંદ મોહનલાલ મહેતા તેના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૭ નંગ બોટલ કબજે કરી હતી અને મહિલા બુટલેગર દક્ષાબેન મહેતાને ઝડપી પાડી હતી જયારે આવી જ રીતે અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ ગોયાબજાર ખડકી ફળિયામાં રહેતી મહિલા બુટલેગર ટીનુંબેન રાજેશ મોદીના ઘરે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગર ટીનુંબેન મોદીને ઝડપી પાડી હતી

Next Story