Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : પોલીસકર્મીઓ તણાવમુક્ત રહે તે માટે GIDC પોલીસ દ્વારા યોગ અને પ્રાણાયમ યોજાયા...

ભરૂચ જીલ્લા કે જે કોમ્યુનલની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે. જેમાં કાયદો અને વ્યવસ્થા સુચારૂ રહે તેમજ ગુનાખોરી ઉપર કાબુ રહે તે માટે પોલીસ સતત જાગૃત અને પ્રયત્નશીલ રહે છે.

અંકલેશ્વર : પોલીસકર્મીઓ તણાવમુક્ત રહે તે માટે GIDC પોલીસ દ્વારા યોગ અને પ્રાણાયમ યોજાયા...
X

પોલીસકર્મીઓ માનસિક રીતે તણાવમુક્ત રહે તે માટે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ જોગર્સ પાર્ક ખાતે GIDC પોલીસ દ્વારા ૐ સાઈ યોગ પરિવારના સહયોગથી યોગ અને પ્રાણાયમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જીલ્લા કે જે કોમ્યુનલની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે. જેમાં કાયદો અને વ્યવસ્થા સુચારૂ રહે તેમજ ગુનાખોરી ઉપર કાબુ રહે તે માટે પોલીસ સતત જાગૃત અને પ્રયત્નશીલ રહે છે. પરંતુ પોલીસે સ્વસ્થ સેવા આપવા માટે પોતાની તંદુરસ્તીની પુરેપુરી કાળજી રાખવી જરૂરી છે. પોલીસની હાડમારીવાળી નોકરીમાં પોતાની દીનચર્યામાં નીયમીતતા, ભોજનમાં કાળજી રાખવી તેમજ નીયમીત વ્યાયામ, યોગ અને પ્રાણાયામ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. પોલીસ જવાનો માટે યોગાસન ખૂબ જ ફળદાયક છે, જેથી નિયમીત યોગાસન કરવું ખૂબ જ જરૂરી છે. તો બીજી તરફ, યોગને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે, અને સમગ્ર વિશ્વમાં હવે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે પોલીસકર્મીઓ માનસિક રીતે તણાવમુક્ત રહે તે માટે અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ જોગર્સ પાર્ક ખાતે GIDC પોલીસ દ્વારા ૐ સાઈ યોગ પરિવારના સહયોગથી યોગ અને પ્રાણાયમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર GIDC પોલીસ મથકના PSI વૈશાલી આહીર સહિતના પોલીસકર્મીઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત ૐ સાઈ યોગ પરિવારના સભ્યોએ વિવિધ પ્રકારના યોગ અને પ્રાણાયામ કરી પોતાને તંદુરસ્ત અને તણાવમુક્ત કર્યા હતા.

Next Story