ભરૂચમાં ATM ચોરને એ ડિવિઝન પોલીસે ઝડપી પડ્યો છે. દહેજ બાયપાસ રોડ ઉપર મૂળ ઉત્તરપ્રદેશનો આરોપી HDFC બેન્કનું ATM તોડી રહ્યો હતો. સ્થાનિક દ્વારા એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક દોડી જઇ આરોપીને ઝડપી પાડ્યોહતો. મળતી માહિતી મુજબ, ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર મૂળ ઉત્તરપ્રદેશનો આરોપી HDFC બેન્કનું ATM તોડી રહ્યો હતો. ભરૂચ એ ડિવિઝન પોલીસે તાત્કાલિક દોડી આવી ઉત્તરપ્રદેશના આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે CCTV ફૂટેજના આધારે અન્ય અન્ય આરોપીની તપાસ પોલીસે શરૂ કરી છે. આરોપીએ ગ્રાઈન્ડર મશીન, કટર, હથોડો, છીણીથી ATM તોડી 500ની કેશ ટ્રેમાં રહેલી 1538 નોટો ચોરી લીધી હતી. નજીકમાં જ આવેલા પેટ્રોલ પંપ ઉપર વોચમેન ચા પીવા આવતા, ચાની લારીવાળાને અને શેરપુરાના સરપંચની જાગૃતતાને કારણે ચોર પોલીસની પકડમાં આવ્યો હતો. રૂ. 6,65,500ની રોકડ તેમજ ગ્રાઈન્ડર, કટર વિગેરે સાથે પોલીસે એક આરોપીની અટકાયત કરી છે.
ભરૂચ: વોચમેન, ચાવાળોઅને સરપંચની સમયસૂચકતાથી ATM તોડી લાખોની ચોરી કરનાર રંગે હાથ ઝડપાયો
ઉત્તરપ્રદેશનો આરોપી HDFC બેન્કનું ATM તોડી રહ્યો હતો. સ્થાનિક દ્વારા એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક દોડી જઇ આરોપીને ઝડપી પાડ્યો
New Update