ભરૂચ: આમોદના ગણેશનગર નજીક ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇક ચાલક તલાટી ઇજાગ્રસ્ત

મામલતદાર કચેરીના કર્મચારીનો અકસ્માત થતાં કચેરીના નાયબ મામલતદાર સહિતના અધિકારીઑ આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા

New Update

આમોદ મામલતદારની ઇ-ધરા કચેરીમાં મહેસુલ તલાટી તરીકે ફરજ બજાવતા કર્મચારી વાગરાથી આમોદ આવતાં રસ્તામાં અકસ્માત નડ્યો હતો.જેને ૧૦૮ મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતાં. મામલતદાર કચેરીના કર્મચારીનો અકસ્માત થતા મામલતદાર કચેરીનો સ્ટાફ આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવી માનવતા નિભાવી હતી.

Advertisment

આમોદ મામલતદાર ઇ-ધરા કચેરીમાં ફરજ બજાવતાં રાજન ચંદ્રકાન્ત ધોળકિયા મહેસુલ તલાટી તરીકે ફરજ બજાવતા હતાં.જેઓ વાગરા ખાતે રહેતા હતાં.વાગરાથી બાઇક લઈને આજે સવારે દશ વાગ્યાની આસપાસ આમોદ મામલતદાર કચેરીમાં નોકરી અર્થે આવતા હતાં ત્યારે ગણેશનગર પાસે મારુતિ સો રૂમની સામે જંબુસરથી ભરૂચ તરફ જતાં ટેમ્પોના ચાલકે ટક્કર મારતાં બાઇક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો.

જેમને ૧૦૮ મારફતે સામુહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે લઈ જવામાં આવ્યા હતાં.તેમને પગમાં ફેક્ચર થયું હતું.તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતાં.મામલતદાર કચેરીના કર્મચારીને અકસ્માત થતાં કચેરીનો નાયબ મામલતદાર સહિતના અધિકારી અને કર્મચારીઓ તેમની ખબર અંતર પૂછવા આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતાં.હાલ પોલીસે ટેમ્પો સાથે ચાલકની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.