Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વરની યુવા કલાકારના અંગ્રેજી ભાષામાં 2 કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયા

પીંછી અને શબ્દો ના સુભગ સમન્વય થકી અંક્લેશ્વર જીઆઇડીસીની યુવા કલાકાર નમિતા પંચાલે પોતાની કલાને બે પુસ્તકો સ્વરૂપે કંડારી છે

ભરૂચ: અંકલેશ્વરની યુવા કલાકારના અંગ્રેજી ભાષામાં 2 કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયા
X

પીંછી અને શબ્દો ના સુભગ સમન્વય થકી અંક્લેશ્વર જીઆઇડીસીની યુવા કલાકાર નમિતા પંચાલે પોતાની કલાને બે પુસ્તકો સ્વરૂપે કંડારી છે. અંકલેશ્વર જીઆઇડીસીના પાર્થ એવેન્યું એપાર્ટમેન્ટમાં રહેતી નમિતા પંચાલે ચિત્ર અને તેને સંલગ્ન શબ્દોનાં માધ્યમથી અંગ્રેજી ભાષામાં બે કાવ્ય સંગ્રહો પ્રકાશિત કર્યા છે. નમિતાએ આ કાવ્ય સંગ્રહોમાં પોતાના મોર્ડન આર્ટ પેન્ટિંગના ભાવોને સમજાવવા કાવ્યોનો સમાવેશ કર્યો છે.

કોરોના સંક્રમણ દરમ્યાન લોક ડાઉનના સમયે ઘરમાં કેદ થઇ ગયેલી માનવ જિંદગીઓની પીડા સમજાવતા એક ચિત્ર તેમજ કાવ્ય સ્વરૂપે બખૂબી સમજાવી છે.વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની ફાઇન આર્ટસ કોલેજમાં પેન્ટિંગમાં વિઝયુલ આર્ટ્સ માં બેચલર ડિગ્રી તેમજ ઇંગ્લેન્ડની કોવેન્ટ્રી યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે અને ભાવિ કારકિર્દી આજ ક્ષેત્રે શરુ કરી છે.આ ઊપરાંત અમેરિકાની ડીઆઇવાય વિન્સી સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કાર્યરત છે.

Next Story