Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પાનોલી રૂરલ પોલીસની સરાહનીય કામગીરી, માનસિક સંતુલન ગુમાવનાર યુપીના યુવકનું પરિજનો સાથે મિલન કરાવ્યુ...

ભરૂચ જિલ્લાના પાનોલી રૂરલ પોલીસ મથકના સ્ટાફની કામગીરી રંગ લાવી છે. જેમાં ઉત્તર પ્રદેશના રહેવાસી અને માનસિક સંતુલન ગુમાવનાર યુવકનું પરિવારજનો સાથે મિલન કરાવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

ભરૂચ : પાનોલી રૂરલ પોલીસની સરાહનીય કામગીરી, માનસિક સંતુલન ગુમાવનાર યુપીના યુવકનું પરિજનો સાથે મિલન કરાવ્યુ...
X

ભરૂચ જિલ્લાના પાનોલી રૂરલ પોલીસ મથકના સ્ટાફની કામગીરી રંગ લાવી છે. જેમાં ઉત્તર પ્રદેશના રહેવાસી અને માનસિક સંતુલન ગુમાવનાર યુવકનું પરિવારજનો સાથે મિલન કરાવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

મળતી માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના અલ્હાબાદથી રોજગાર અર્થે સુરત આવેલા 27 વર્ષીય યુવાનનું અચાનક માનસિક સંતુલન ખરાબ થતા પાનોલી બ્રિજ નીચે ભટકતો ભટકતો આવી ગયો હતો. ત્યારબાદ આ યુવાને કેટલાક લોકો પર હુમલો પણ કર્યો હતો. જોકે, પાનોલી પોલીસ સ્ટાફ પાનોલી બ્રિજ નીચે હતો, જેની નજર આ યુવક પર પડતા તાત્કાલીક ધોરણે આ યુવાનને પકડી પાનોલી પોલીસ સ્ટેશન પર લાવ્યા હતા. જોકે, ત્યાં આ યુવાન ખૂબ ઉત્પાત મચાવતા પાનોલી રૂરલ પોલીસે જન સેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રજનીશસિંહનો સંપર્ક કર્યો હતો. જન સેવા એ પ્રભુ સેવા ટ્રસ્ટના સભ્યો દ્વારા આ યુવાનને સુરત માનવ સેવા ટ્રસ્ટ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ આ વ્યક્તિની હાલત જોઈને ત્યાં પણ એ વ્યક્તિને રાખવા માટે કોઈ સુવિધા નથી કહેતા સ્ટાફ ચિંતિત થઈ ગયો હતો. ત્યારબાદ આ યુવાનને પાનોલી ચોકી પર રાખવામાં આવ્યો હતો. જેની સુરક્ષામાં 8થી 10 જી.આર.ડી.ના જવાનો અને જન સેવા એ પ્રભુ સેવા ટ્રસ્ટના સભ્યો લગાડવામાં આવ્યા હતા. ત્યારબાદ એ વ્યક્તિના પાસે રહેલા મોબાઈલ દ્વારા તેમના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, આ યુવાનનો પરિવાર યુપી ફ્લાઇટ દ્વારા અંકલેશ્વર આવી પહોચતા માનસિક રીતે અસરગ્રસ્ત યુવાનને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. પોતાનો દીકરો હેમખેમ મળી આવતા પરિજનોએ પોલીસ સ્ટાફ તેમજ જન સેવા એ પ્રભુ સેવા ટ્રસ્ટના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story