Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા 4 મહિનાથી નાસતા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો

ભરૂચ જિલ્લા અને જિલ્લા બહાર નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ભરૂચ ક્રાઇમ બ્રાંચ એક્શનમાં આવી હતી

ભરૂચ : પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા 4 મહિનાથી નાસતા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો
X

ભરૂચ જિલ્લા અને જિલ્લા બહાર નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ભરૂચ ક્રાઇમ બ્રાંચ એક્શનમાં આવી હતી, ત્યારે ગત તા. 17-03-2021ના રોજ ભરૂચ એલ.સી.બી.ની ટીમ દ્વારા ગોલ્ડન બ્રિજ ખાતેથી મહિન્દ્રા એકસ.યુ.વી. કારમાં ભરીને લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ 2702 જેની કુલ કિંમત 4,22,900/-ના મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.



જોકે, અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુન્હો નોંધવામાં આવ્યો હતો, ત્યારે પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા 4 મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. જે ગુન્હાનો મુખ્ય આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો કિરીટ પરીખ રહે, સાંઈ દર્શન સોસાયટી, વાલિયા રોડ, કોસમડી, અંકલેશ્વર. જે છેલ્લા 4 માસથી તપાસ કરતા મળી આવતો ન હતો, જે આરોપી બાબતે તપાસ દરમ્યાન એલ.સી.બી. પોલીસની ટીમે સાંઈ દર્શન સોસાયટી ખાતે વોચ ગોઠવી હતી, ત્યારે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story