ભરૂચ:ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના જૂના કાસિયા ગામના કુખ્યાત બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો

પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલ અને પાઉચની ૭૦ નંગ બોટલ મળી કુલ ૭ હજારનો મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો

New Update

અંકલેશ્વરના બે અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય બુટલેગર ફરાર થઇ ગયો હતો. ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના જુના કાસિયા ગામના ભાથીજી મંદિર પાસે રહેતો કુખ્યાત બુટલેગર સખુદેવ ઉર્ફે કરણ જેસંગ વસાવા પોતાના ઘરેની પાછળ ચીકુવાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલ અને પાઉચની ૭૦ નંગ બોટલ મળી કુલ ૭ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર કુખ્યાત બુટલેગર સખુદેવ ઉર્ફે કરણ જેસંગ વસાવાને ઝડપી પાડ્યો હતો અત્રે ઉલ્લેખની છે કે ઝડપાયેલ આરોપી પ્રોહીબીશન એક્ટના પાંચ ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે.

Advertisment W3.CSS

તો આવી જ રીતે શહેર પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરના સામોર ગામના પરમાર ફળિયામાં રહેતો બુટલેગર અશોક ઉર્ફે મુકેશ વસાવા પોતાના ઘરે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૯૭ નંગ બોટલ મળી કુલ ૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસના દરોડા દરમિયાન બુટલેગર ફરાર થઇ ગયો હતો પોલીસે તેના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.