અધિક (પુરુષોત્તમ) શ્રાવણ માસનો આજરોજ પ્રારંભ થયો છે ત્યારે ઝઘડિયા પંથકમાં શિવાલયોમાં વહેલી સવારથી મહાદેવની પૂજા અર્ચના અને વિવિધ પૂજાઓનો પણ પ્રારંભ થયો છે અને સાથે સાથે હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા.
ચાલુ સાલે ૧૯ વર્ષ બાદ અધિક માસમાં શ્રાવણ માસનો સંયોગ ઉભો થતાં બે માસ સુધી શ્રાવણનો રંગ રહેશે.અધિક શ્રાવણ માસના પ્રારંભે વિવિધ પૂજા અર્ચનાના કાર્યક્રમો ઝઘડિયા પંથકના શિવાલયોમાં યોજાયા હતા.
મહાભિષેક, રૂદ્રી પાઠ, સત્યનારાયણની કથા વિગેરે પૂજાઓ અધિક શ્રાવણના પહેલા દિનથી જ આરંભી દેવાઈ હતી. હિન્દુ ધર્મમાં અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે ત્યારે શ્રાવણ માસનું મહાત્મય તો ખૂબ જ હોય છે અને તેમાં પણ અધિક શ્રાવણ માસનો ખૂબ મહાત્મય હિંદુ ધર્મના વેદ પુરાણોમાં લખાયું છે.