Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નેત્રંગ પોલીસે ચોરીની 24 બાઇક સાથે આરોપીની કરી ધરપકડ, 8 ગુનાનો ભેદ ઉકેલાયો

પોલીસની પુછપરછ દરમિયાન આ ઇસમ ભાંગી પડ્યો હતો અને મોટરસાયકલ ગત તા.૨૫ મીના રોજ નેત્રંગ સેવાસદનના કંપાઉન્ડમાંથી ચોરી હોવાની કબુલાત કરી હતી

ભરૂચ: નેત્રંગ પોલીસે ચોરીની 24 બાઇક સાથે આરોપીની કરી ધરપકડ, 8 ગુનાનો ભેદ ઉકેલાયો
X

નેત્રંગ પોલીસનો સ્ટાફ ડેડીયાપાડા રોડ પર વાહન ચેકિંગમાં હતા એ દરમ્યાન બાતમી મળી હતીકે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નોધાયેલ ગુના અંતર્ગતની ચોરીની મોટરસાયકલ લઇને એક ઇસમ ડેડીયાપાડા તરફથી આવે છે.ડેડીયાપાડા તરફથી શંકાસ્પદ મોટરસાયકલ આવતા અટકાવી તપાસ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં બાઇક ચાલકનું નામ રાજેન્દ્ર ઉર્ફે પકો અભેસિંગભાઇ વસાવા રહે.દાભવણ તા.ડેડીયાપાડા જિ.નર્મદા હોવાની જાણ થઇ હતી.


પોલીસની પુછપરછ દરમિયાન આ ઇસમ ભાંગી પડ્યો હતો અને મોટરસાયકલ ગત તા.૨૫ મીના રોજ નેત્રંગ સેવાસદનના કંપાઉન્ડમાંથી ચોરી હોવાની કબુલાત કરી હતી.આ આરોપીને હસ્તગત કરીને તેની પુછપરછ કરતા તેણે અલગઅલગ વિસ્તારોમાંથી આશરે ૨૪ જેટલી મોટરસાયકલોની ચોરી કરીને જંગલ વિસ્તારમાં કોઇને જોવામાં ન આવે એ રીતે થોડાથોડા અંતરે છુપાવી રાખી હોવાનુ જણાવતા પોલીસે તેની કબુલાતના આધારે જંગલમાં સર્ચ ઓપરેશન કરીને વિવિધ પોલીસ સ્ટેશનમાં નોધાયેલ આઠ જેટલા ગુનાઓ હેઠળની ૨૪ મોટરસાયકલો કબજે લીધી હતી.

Next Story