Connect Gujarat
ભરૂચ

ભરૂચ:હાંસોટ એસ.ટી.સ્ટેન્ડ પર કાયમી ઘોરણે બસનો પાસ કાઢવાનું બંઘ કરાયું,મુસાફરોને હાલાકી

ભરૂચ:હાંસોટ એસ.ટી.સ્ટેન્ડ પર કાયમી ઘોરણે બસનો પાસ કાઢવાનું બંઘ કરાયું,મુસાફરોને હાલાકી
X

હાંસોટ એસ.ટી સ્ટેન્ડ ઉપરથી છેલ્લા 30 વર્ષથી એસ.ટી.ની રાહતદરનો પાસ કાઢી આપવામાં આવતો હતો. જેને છેલ્લા એક માસથી બંઘ કરવામાં આવ્યુ છે વારંવાર રજૂઆત કરવા છતાં એસ. ટી. વિભાગ અંકલેશ્વર દ્વારા આ સમસ્યા દૂર કરવા માટે કોઇ પગલા લેવામાં આવ્યા ન હતા. વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા પણ આ બાબતે રાજકીય પક્ષોના નેતાઓને જાણ કરી હોવા છતાં કોઇપણ પક્ષના નેતાઓએ આ સમસ્યાને ગંભીરતાથી લીઘી ન હતી.આખરે અંકલેશ્વરના એસ ટી. ડેપોના સતાઘીશો દ્વારા હવે કાયમી ઘોરણે ફાજલ ડ્રાયવરને હાંસોટના સ્ટેન્ડ ઉપર બેસાડવામાં આવે છે.તાલુકાના ગામોમાંથી હાંસોટ તથા અંકલેશ્વર ભણવા માટે 1000 જેટલા વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે જ્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાં પણ રોજના 1000 જેટલા નોકરીયાતો અપડાઉન કરે છે ત્યારે પાસ પૂરી થઈ ગઈ હોય હવે ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે ત્યારે એસ.ટી.વિભાગ પાસની સેવા ફરીથી શરૂ કરે એવી માંગ ઉઠી રહી છે

Next Story