ભરૂચ: દહેજ રોડ પર ખાનગી બસ ડીવાયડર કૂદી રોંગ સાઈડ જઇ ચઢી,બાઇક ભટકાતા એક વ્યક્તિનું મોત

New Update

ભરૂચ દહેજ રોડ પર આવેલ એકસાલ ગામ નજીક અજન્ટા ફાર્મા કંપનીની શિફ્ટ બસ ડિવાઈડર કૂદી બે બાઇક ચાલકો ને અડફેટે લેતા એક નું મોત થયું હતું જ્યારે અન્ય એક ને ગંભીર ઇજા થઇ હતી. દહેજ ખાતે આવેલ અજન્ટા ફાર્મા કંપનીની સેકન્ડ શિફ્ટની બસ કર્મચારીઓને લઈને ભરૂચથી દહેજ તરફ જઈ રહી હતી તે દરમ્યાન એક્સાલ ગામ પાસે બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ ડીવાઇડર કૂદીને સામેની બાજુ પર બાઇકને અડફેટે લેતા બન્ને બાઈક સવારોને ગંભીર ઇજા પહોંચી હતી.

Advertisment W3.CSS

અકસ્માતના પગલે બસમાં સવાર કર્મચારીઓ પણ એક તબકકે ગભરાઈ ગયા હતા તો આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા.અકસ્માતમાં એક્સાલના બાઇક સવાર હરિભાઈ તેમજ નરેશ ભાઈને ગંભીર ઇજા પહોંચી હતી.તેઓને 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે સારવાર અર્થે ભરૂચ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં હરિભાઈનું મોત નીપજયું હતું.બનાવ અંગે પોલીસે ગુનો નોધવાની તજવીજ હાથ ધરી છે