ભરૂચ: અંકલેશ્વર નેશનલ હાઇવે પર ફરી એકવાર ટ્રાફિકજામના દ્રશ્યો, બિસ્માર માર્ગના કારણે વાહનચાલકોને હાલાકી

અંકલેશ્વર નેશનલ હાઇવે પર અકસ્માત અને આમલાખાડી બ્રિજ પર ખાડાઓના સામ્રાજ્યને લઈ ટ્રાફિકજામ સર્જાયો હતો

New Update

અંકલેશ્વર નેશનલ હાઇવે પર અકસ્માત અને આમલાખાડી બ્રિજ પર ખાડાઓના સામ્રાજ્યને લઈ ટ્રાફિકજામ સર્જાયો હતો જેને પગલે વાહન ચાલકો અટવાયા હતા

Advertisment

વરસાદ ખેંચાતા અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકજામની સમસ્યા નહીંવત જોવા મળી હતી પરંતુ છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ બાદ હાઇવે ઉપર ખાડાઓનું સામ્રાજ્ય વધતાં ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.આજરોજ રાજપીપળા ચોકડીના કટ પાસે બે વાહનો વચ્ચે અકસ્માત બાદ રાજપીપળા ચોકડી ઓવર બ્રિજ પાસે ટ્રાફિકજામ સર્જાયો હતો જો કે ત્યા જિલ્લા ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ દોડી આવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો જે બાદ નિલેષ ચોકડીથી આમલાખાડી બ્રિજ વચ્ચે પણ ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા હતા આમલાખાડી બ્રિજ ઉપર ખાડાઓને પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ટ્રાફિકને કારણે વાહનોની લાંબી લાઈનો લાગી હતી

Advertisment