Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ આવ્યા ઝઘડીયાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે...

ફૈઝલ પટેલ દ્વારા આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ઝઘડીયા તાલુકાના જૂના તરસાલી ખાતે પૂર અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી

X

ઝઘડીયાના પૂરગ્રસ્ત વિસ્તારની ફૈઝલ પટેલે લીધી મુલાકાત

પૂર અસરગ્રસ્ત લોકોના આરોગ્યની વિનામુલ્યે તપાસ કરાય

ફૈઝલ પટેલના હસ્તે લોકોને અનાજની કીટનું વિતરણ કરાયું

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોની સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં પૂર અસરગ્રસ્ત લોકો માટે વિનામુલ્યે મેડિકલ ચેકઅપ તેમજ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ઝઘડીયા તાલુકાના જૂના તરસાલી ખાતે પૂર અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી પૂર આવ્યા બાદ તેમને પડતી મુશ્કેલીઓની માહિતી મેળવી હતી.

HMP ફાઉન્ડેશન દ્વારા પૂરગ્રસ્ત લોકો માટે વિનામુલ્યે મેડિકલ ચેકઅપ કરી જરૂરી દવાઓ આપવામાં આવી હતી. આ સાથે જ ફૈઝલ પટેલના હસ્તે પૂર અસરગ્રસ્તોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં ફૈઝલ પટેલે ભરૂચ જિલ્લાના ઉદ્યોગો તેમજ સેવાકીય સંસ્થાઓને પૂરગ્રસ્ત લોકોને વધુમાં વધુ મદદ કરવા માટે અપીલ કરી હતી.

Next Story