Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર તાલુકાના અનેક ગામોમાં પૂરના પાણી ફરી વળતાં ખેડૂતોને મોટું નુકશાન, વળતર ચૂકવાય તેવી માંગ...

નર્મદા નદીમાં આવેલા ભારે પૂરના કારણે અંકલેશ્વર તાલુકાના અનેક ગામોમાં ખેતી પાક સંપૂર્ણપણે ધોવાય જતાં ખેડૂતોને મોટું નુકશાન

X

ભરૂચ જીલ્લામાં નર્મદા નદીમાં આવેલા ભારે પૂરના કારણે અંકલેશ્વર તાલુકાના અનેક ગામોમાં ખેતી પાક સંપૂર્ણપણે ધોવાય જતાં ખેડૂતોને મોટું નુકશાન થયું છે, ત્યારે હાલ તો સરકાર દ્વારા ખેડૂતોને પાક નુકશાની અંગે સહાય વળતર ચૂકવાય તેવી માંગ ઉઠવા પામી છે.

નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં તરાજી સર્જાય છે. હજારો લોકોની ઘરવખરી પાણીમાં વહી જતાં મોટું નુકશાન થયું છે. આ સાથે જ કેટલાક પશુપાલકોના ઢોરના પાણીમાં તણાઇ જતાં મોત, જ્યારે અનેક ધરતીપુત્રોના પાકનો પૂરના પાણીએ સોથ વાળી દીધો છે, ત્યારે કહી શકાય કે, નર્મદા નદીના પાણીએ ભારે વિનાશ વેર્યો છે. અંકલેશ્વરના મોટાભાગના ગામોમાં ખેડૂતોએ કરેલી ખેતીના પાકને થયેલું નુકશાનસામે આવ્યું છે. અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા, જુના હરિપુરા, ધતુંરિયા, તરીયા અને સરફુઉદ્દીન સહિતના ગામોમાં ખેતીના પાકને વ્યાપક નુકશાન પહોચ્યું છે. જેમાં શેરડી, કપાસ અને શાકભાજી સહિતના પાક સંપૂર્ણપણે ધોવાય જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે, ત્યારે હાલ તો સરકાર દ્વારા ખેડૂતોને પાક નુકશાની અંગે સહાય વળતર ચૂકવાય તેવી માંગ ઉઠવા પામી છે.

Next Story