Connect Gujarat
બિઝનેસ

ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વાપરતા લોકો માટે કામના સમાચાર, 1 ઓક્ટોબરથી બદલાઈ જશે પેમેન્ટની રીત

ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વાપરતા લોકો માટે કામના સમાચાર, 1 ઓક્ટોબરથી બદલાઈ જશે પેમેન્ટની રીત
X

ઓક્ટોબરથી નવી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ લાગુ થવાની શક્યતા છે. આ નિયમ હેઠળ બેંકો અને ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ જેવા કે પેટીએમ-ફોન પે જેવા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ્સને હપ્તા અથવા બિલના પૈસા ડિડક્ટ કરતા પહેલાં દર વખતે પરમિશન લેવી પડશે. તેમને પોતાની સિસ્ટમમાં એવા ફેરફાર કરવાના છે કે એકવાર પરમિશન આપવામાં આવે તો દર વખતે પૈસા આપોઆપ કપાય નહીં.

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ અગાઉ કહ્યું હતું કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) અથવા અન્ય પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPI)નો ઉપયોગ કરીને રિકરિંગ ટ્રાન્ઝેક્શન માટે એક્સ્ટ્રા ફેક્ટર ઓથેન્ટિકેશન (AFA)ની જરૂર પડશે.

ઓટો ડેબિટનો અર્થ એ છે કે જો તમે મોબાઈલ એપ અથવા ઈન્ટરનેટ બેંકિંગમાં ઓટો ડેબિટ મોડમાં વીજળી, ગેસ, એલઆઈસી અથવા અન્ય કોઈ ખર્ચ રાખ્યા હોય તો એક નિશ્ચિત તારીખે ખાતામાંથી પૈસા આપોઆપ કપાઈ જશે. જો ઓટો ડેબિટનો નિયમ અમલમાં આવશે તો તમારી બિલ પેમેન્ટ પદ્ધતિને અસર થશે.

આ સુવિધાનો લાભ લેવા માટે તમારો એક્ટિવ મોબાઇલ નંબર બેંકમાં અપડેટ હોવો આવશ્યક છે કારણ કે ઓટો ડેબિટ સંબંધિત સૂચના તમારા મોબાઇલ નંબર પર જ SMS દ્વારા મોકલવામાં આવશે. નવા નિયમોના અમલ બાદ બેંકોએ પેમેન્ટની નિયત તારીખના 5 દિવસ પહેલાં ગ્રાહકના મોબાઇલ પર નોટિફિકેશન મોકલવું પડશે.

ચુકવણીના 24 કલાક પહેલાં રિમાઇન્ડર મોકલવું પડશે. રિમાઇન્ડરમાં ચુકવણીની તારીખ અને ચુકવણીની રકમ વગેરે વિશેની માહિતી હશે. ઓપ્ટ આઉટ અથવા પાર્ટ-પેનો વિકલ્પ પણ હશે. આ નિયમ 30 સપ્ટેમ્બર પછી અને 1 ઓક્ટોબરથી લાગુ થશે. આ સિવાય 5000થી વધુની ચુકવણી પર OTP સિસ્ટમ ફરજિયાત કરવામાં આવ્યું છે.

Next Story