Connect Gujarat
બિઝનેસ

ખાદ્ય તેલના ભાવ ઘટશે ! વાંચો મોદી સરકાર શું લઈ રહી છે પગલા

ખાદ્ય તેલના ભાવ ઘટશે ! વાંચો મોદી સરકાર શું લઈ રહી છે પગલા
X

મીડયા રિપોર્ટ્સ અનુસાર CCEAની બેઠકમાં આજે ખાવાની કિંમતોને સરકાર નેશનલ એડિબલ ઓઇલ મિશનનું એલાન કરી શકે છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં પામ ઓઇલ ઉત્પાદનને વધારવાનો છે. આ મિશન હેઠળ સરકાર 11 હજાર કરોડની સ્કિમનું એલાન કરી શકે છે. તમને જણાવી દઇએ કે પામ તેલ ઉત્પાદનમાં ઇન્ડોનેશિયા દુનિયામાં નંબર વન છે.

બીજા નંબર પર મલેશિયા છે અને કેટલાક આફ્રીકી દેશોમાં પણ તેનું ઉત્પાદન થાય છે. ખાવાના તેલના મામલામાં ભારતની આયાતનો બ ત્રિતીયાંશ હિસ્સો માત્ર પામ ઓઇલનો છે. ભારત વાર્ષિક 90 લાખ ટન પામ ઓઇલ આયાત કરે છે. ભારતમાં ઇન્ડોનેશયા અને મલેશિયા બંને દેશમાંથી પામ ઓઇલ આયાત કરવામાં આવે છે. ભારતમાં પામ ઓઇલને મુખ્યત્વે ઇન્ડોનેશિયા અને મલેશિયાથી જ આયાત કરવામાં આવે છે.

આર્જેન્ટિનાથી થોડી માત્રામાં ક્રુડ સોફ્ટ ઓઇલ આયાત થાય છે. તે સાથે યુક્રેન અને રુસથી સુરજમુખી તેલ આયાત કરવામાં આવે છે. ગયા અઠવાડીયે રાજ્યસભામાં રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચોબેએ ખાદ્ય તેલની વધતી કિંમતોને ઓછી કરવા માટે કરવામાં આવેલા સરકારી પ્રયાસો વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, ખાદ્ય તેલની કિંમતોને ઓછી કરવા માટે કાચા પામ તેલ પર 30 જૂનથી 30 સપ્ટેમ્બર 2021 સુધી 5 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે.

Next Story